← મુખપૃષ્ઠ · જીવન અને આત્મચિંતન

ગઝલ — "દર્દોની દવા

૧૬ ફેબ્રુઆરી ૨૦૨૬કવિતા

# ગઝલ — "દર્દોની દવા"

**શિફા મળશે એમ ગયો હતો હકીમની પાસે, પરાગ,**
**પાછો આવ્યો ત્યાં જિંદગી ઊભી હતી નવી જફા લઈ ને.**

ગલીમાં એક ચિરાગ બુઝાયો તો શું થયું, પરાગ,
ઊગ્યો ચાંદ હતો આભમાં રોશન ફિઝા લઈ ને.

મેં માંગી હતી ખુશી તો મળી આંસુની ભેટ મને,
કુદરતે પણ કમાલ કરી, ગમ મુસ્કુરા લઈ ને.

મહોબ્બતનો ગુનો કરતાં મને વરસો વીત્યા, પરાગ,
છતાં આવે છે એ રોજ નવો ઈલ્ઝામ સજા લઈ ને.

સમંદરની હતી ઝંખના ને હું તરસ્યો રહ્યો,
બેઠો રહ્યો કિનારે રેતીના મહેલ બના લઈ ને.

દુઆમાં માંગી મેં રાહત, જવાબ ના આવ્યો કોઈ,
ફરિશ્તો આવ્યા પણ ખાલી, ફક્ત સબરની સલા લઈ ને.

કહે છે લોક કે પરાગ બહુ સીધો છે જગતમાં,
હું ફરતો રહ્યો ભલે ઘા ના દેખાયે, દુઆ લઈ ને.

ખુશીની વાત કરું તો આંખો ભીની થાય, પરાગ,
અજબ છે આ જહાન — હસવું પડે ઝખ્મો છુપાવી ને.

~ **પરાગ**

આત્મચિંતનજીવનચિંતનગઝલ
← પહેલો લેખતબીબો પાસેથી હું નીકળ્યોઆગલો લેખ →ગુલાલથી ભગવો