ગરબડ ‘ને ગોટાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે માણસ ધોળા-કાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે
ગરબડ ‘ને ગોટાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે માણસ ધોળા-કાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે
ગલી ગલીનું બચ્ચેબચ્ચું પોપટ પોપટ કહી પજવે છે કોઇ બિચારો માળામાંથી બ્હાર નીકળવું ભૂલી ગયો છે
ઘરથી મંદિર, મંદિરથી ઘર; સર્કિટ જેવું જીવ્યા કરે છે એ માણસ કુંડાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે
રાતું – પીળું ગાતા એક ફકીરનું નિદાન થયું કે – ગુલમ્હોર – ગરમાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે
જોશી-જાદૂગરના ચરણે પરખ-પાસવર્ડ શોધે છે, એ- ભીતર ભીડ્યા તાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે
નથી જવાતું ઉપર કે ના પાછો નીચે ફરી શકે છે વિકટ કોઇ વચગાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે
પદ-પ્રતિષ્ઠા, જ્ઞાન-ગરથના સામે પલ્લે ગઝલ મૂકી, તું સમજણ નામે શાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે
ખબરદાર, આ ચેતવણી છે : સ્હેજે ના અનુસરશો એને સંજુ, સંજુ વાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે recreate it in gujarati with different context and extremely satirical and pun but same style and add writer name as parag ratanpara