રાત પડે ને અંધકારના વડલે થાય સવાર, સૂનકારની બખોલમાંથી બિડાલ આવે બ્હાર.
રાત પડે ને અંધકારના વડલે થાય સવાર, સૂનકારની બખોલમાંથી બિડાલ આવે બ્હાર.
સાત સમુંદર સૂતા, એના હોઠે આછાં હાસ, ભીતરના મોતીનો એમાં ઝીણો તરે ઉજાસ!
વનનાં કાળાં ઊંડાણ, એને પેટે પ્રસવ્યાં પ્રેત! રાતા ભડકે ભયનાં વાદળ વરસ્યા કરે સચેત.
નીંદરનાં જલ શ્યામલ એમાં સરે સ્વપનના દીપ; અંતર ઝાકઝમાળ, ઊઘડી તારલિયાની છીપ.
ગળું હવાનું ઘૂંટી ઘૂંટી ઘુવડ બોલે ઘૂક! ઘરનો દીવો ઓળાઓને માર્યા કરતો ફૂંક!
અવાજની લૈ સોય વીંધતાં દિશા દિશાના કાન, તમરાં આખી રાત મૌનનું વીંધ્યા કરે નિશાન.
અસ્તાચળથી ગબડયો સૂરજ, એની તીણી ચીસ, આખી રાત દિયે પડઘાથી અંતરાલને ભીંસ. Translate it into persian language, and make it very, very rhyming and meaningful