← મુખપૃષ્ઠ · જીવન અને આત્મચિંતન

શું છે આ ભૂલકણાપણું?

૧૫ ડિસેમ્બર ૨૦૨૫કવિતા

*— પરાગ રતનપારા*

---

હા તો તમે કહો છો કે તમારે જાણવું છે કે તમે પાછલા જન્મમાં કોણ હતા રાજા કે રંક સંત કે પાપી અને હું પૂછું છું કે ભાઈ ગઈકાલે રાત્રે શું ખાધું હતું યાદ છે અને તમે કહો છો કે રોટલી દાળ શાક ને હું કહું છું કે ના ભાઈ તમે ખીચડી ખાધી હતી અને તમે કહો છો હા હા ખીચડી જ હતી ભૂલી ગયો અને પછી તમે કહો છો કે મારે જાણવું છે કે ઈ.સ. ૧૪૫૬માં હું મિસરમાં પિરામિડ બાંધતો હતો કે નહીં...

**શું છે આ ભૂલકણાપણું?**

રૂમમાં ગયા કેમ ગયા યાદ નથી ઊભા છો દરવાજામાં અને વિચારો છો કે શું લેવા આવ્યો હતો ચશ્માં નહીં ચાવી નહીં ફોન નહીં તો શું અને મગજ ખાલી ખાલી ને પગ ત્યાં જ ખોડાયેલા જાણે કોઈ ફિલ્મ pause થઈ ગઈ હોય અને તમે actor છો પણ script ભૂલી ગયા...

આ છે calibration ભાઈ આ છે calibration.

**કેમ?**

જુઓ આ મગજ છે ને આ નાનકડું મગજ આ ત્રણ પાઉન્ડનું માંસનું ગોટલું આમાં એક જન્મની યાદો સમાવવાની તાકાત નથી તો સાત જન્મની ક્યાંથી હોય અને તમે કહો છો કે મને બધું યાદ કરાવો અને હું કહું છું કે ભાઈ પહેલાં આજનું યાદ રાખો કાલે meeting હતી ભૂલી ગયા પત્નીનો birthday ભૂલી ગયા દવા ખાવાની ભૂલી ગયા અને હવે કહો છો કે atlantis માં મેં શું કર્યું હતું એ યાદ કરાવો...

પાણી પીવાનું ભૂલી જાઓ છો ને amrit પીવાની વાત કરો છો.

**પડદો છે ને**

હા પડદો છે veil છે પણ એ censorship નથી ભાઈ censorship નથી કોઈ ઉપર બેઠેલો ભગવાન file છુપાવતો નથી કે આ જોવા ન દેવું આ restrict કરવું no no no આ calibration છે જેમ voltage regulator હોય ને ઘરમાં ૨૨૦ volt આવે પણ phone charger ને પાંચ જ જોઈએ એમ જ આ છે...

તમે ૨૨૦ volt સીધા phone માં નાખશો તો phone ફાટી જશે સળગી જશે ધુમાડો નીકળશે અને પછી કહેશો કે ફોન ખરાબ હતો ના ભાઈ ફોન સારો હતો તમે voltage ખોટો આપ્યો...

**અહંકાર મરે ત્યારે**

ego death ego death ego death સાંભળ્યું છે આ શબ્દ fashionable થઈ ગયો છે હવે લોકો કહે છે કે મેં ego death અનુભવ્યું retreat માં ગયો હતો mushroom ખાધું ત્રણ કલાક રડ્યો પછી enlightened થઈ ગયો...

ના ભાઈ ના.

ego death એટલે તમે નથી તમે જે છો એ નથી તમે જે હતા એ નથી તમે જે થશો એ નથી નામ નથી ગામ નથી કામ નથી દામ નથી કશું જ નથી અને એ નથીપણામાં જે છે એ જ છે...

અને ત્યારે ત્યારે જ cosmic memory ખૂલે છે કારણ કે cosmic memory કોને આપવી? 'હું' ને? કયા 'હું' ને? રાજકોટવાળા 'હું' ને? chartered accountant વાળા 'હું' ને? પપ્પાના દીકરા વાળા 'હું' ને? કયા 'હું' ને?

**આગ લાગે**

full remembrance આવે ને તો શું થાય જાણો છો?

imaginable કરો કે એક સાથે હજાર જન્મની પીડા આવે હજાર મૃત્યુની યાદ આવે હજાર પ્રેમની યાદ આવે હજાર વિરહની યાદ આવે તમે મર્યા છો ડૂબીને મર્યા છો સળગીને મર્યા છો ભૂખે મર્યા છો યુદ્ધમાં મર્યા છો એકલા મર્યા છો ટોળામાં મર્યા છો બાળક તરીકે મર્યા છો વૃદ્ધ તરીકે મર્યા છો...

અને આ બધું એક સાથે?

તમે flame થઈ જાઓ ભાઈ. આગ. pure આગ. nothing else.

**કેવી રીતે?**

ધીમે ધીમે ધીમે ધીમે

પહેલાં આજની ચા યાદ રાખો કેવી હતી ગરમ હતી કે ઠંડી થઈ ગઈ હતી ખાંડ વધારે હતી કે ઓછી એ યાદ રાખો પછી ગઈકાલ યાદ રાખો પછી ગયું અઠવાડિયું પછી ગયો મહિનો પછી ગયું વર્ષ...

capacity વધારો storage નહીં capacity.

awareness વધારો information નહીં awareness.

present માં રહો past ની ભીખ ન માંગો.

**અંતે**

રૂમમાં કેમ આવ્યા એ યાદ આવી જાય ને ત્યારે થોડું હસજો કે ચાલો આટલું તો થયું અને પછી ધીમે ધીમે એક દિવસ એ પણ યાદ આવશે કે આ જન્મમાં કેમ આવ્યા...

પણ ઉતાવળ નહીં ઉતાવળ નહીં ઉતાવળ નહીં

નાના છોકરાને calculus ન શીખવાય પહેલાં એક ને એક બે કરતા શીખે પછી...

ને cosmic memory?

એ તો Ph.D. છે ભાઈ.

તમે હજી nursery માં છો.

હું પણ.

---

*હું વિચારું છું કે વિચારું છું કે વિચારું છું અને આ વિચારવાની પ્રક્રિયામાં ક્યાંક ક્યાંક ક્યાંક ક્યાંક એ છે જે વિચારતું નથી જે જાણે છે જે યાદ રાખે છે બધું જ પણ બોલતું નથી કારણ કે બોલવાની જરૂર નથી કારણ કે સાંભળનાર તૈયાર નથી હજી...*

---

**— પરાગ રતનપારા**

સ્માર્ટફોનચિંતનધર્મયાદો
← પહેલો લેખસામાયિકનું ગૂઢ રહસ્ય: જૈન તંત્રનો અંતરંગ માર્ગઆગલો લેખ →ચેતનાનો વળાંક