← મુખપૃષ્ઠ · ગુજરાત અને સંસ્કૃતિ

ટેન્શન નહીં લેવાની કળા: એક મજેદાર સમજણ

૧૭ ડિસેમ્બર ૨૦૨૪નિબંધ

લેખક: પરાગ રતનપરા

અરે યાર, આજકાલ આપણા ગુજરાતી લોકોને શું થઈ ગયું છે? Tension લેવાની PhD કરી નાખી છે! દરેક વાતમાં "અરે બાપુ, આ તો tension વાળી વાત છે!" બોલવાવાળા આપણે, હવે થોડી મજેની વાત કરીએ.

સાંભળો ભાઈઓ અને બહેનો, અને ખાસ કરીને તમે - હા તમે, જે દરરોજ સવારે mirror માં જોઈને tension લો છો કે "આજે શું પહેરવું?" અરે બાપા, કપડાં પહેરો, નગ્ન તો નથી ફરવાના!

આપણે ગુજ્જુઓ એવા છીએ કે સરનામું પૂછવા નીકળીએ તો GPS ચાલુ કરીએ, પછી Google Maps ચેક કરીએ, પછી WhatsApp location માંગીએ, અને છેલ્લે પાછા રસ્તો ભૂલી જઈએ! કારણ? Because हम tension के master hai जी!

તમે જોયું હશે - આપણી gujarati mom ને બે ટાઈમ major tension હોય:
1. "બેટા, જમ્યો?"
2. "બેટા, જમવાનું નહીં ભાવ્યું?"
અરે મારી બા, પહેલા પૂછો કે જમ્યો, પછી ટેન્શન લો કે નથી ભાવ્યું!

આપણા ગુજરાતી પપ્પા ની tension તો અલગ level ની:
"દીકરો CA બનશે તો શું કરીશ? MBA કરશે તો શું કરીશ?"
અરે પપ્પા, પહેલા એને પાસ તો થવા દો!

અને હા, આપણી સોસાયટી નો તો વાત જ ના પૂછો! પાડોશી નવી ગાડી લાવે એટલે આખી સોસાયટી ના લોકો ની BP ની ગોળી double થઈ જાય! અરે ભાઈ, એ EMI ભરશે, તમે કેમ tension લો છો?

પણ સૌથી મજેની વાત તો wedding માં જોવા મળે:
લગ્ન વાળો છોકરો: "શું પહેરવું એની tension છે."
છોકરી: "કેવી દેખાઈશ એની tension છે."
બન્ને ના parents: "લોન ની EMI ની tension છે!"
અને મહેમાનો? "ખાવામાં શું આપશે એની tension છે!"

આ બધી tension લેવાથી શું મળ્યું? BP, Sugar, અને વધારે tension! જિંદગી એટલી simple છે - ઉઠો, નાસ્તો કરો, કામ કરો, થાકો, સૂઈ જાવ! વચ્ચે થોડી મજાક-મસ્તી કરો, બસ!

છેલ્લે એક વાત - તમે આ article વાંચ્યા પછી એની tension ના લેતા કે share કરવો કે નહીં! તમને ગમ્યો હોય તો forward કરો, ના ગમ્યો હોય તો delete કરો - simple! કારણકે જિંદગી એટલી જ simple છે, આપણે complicated બનાવી છે!

- પરાગ રતનપરા
(એક ટેન્શન-ફ્રી ગુજ્જુ)

PS: જો તમને આ લેખ ગમ્યો હોય તો share કરો, નહીં તો કોઈ tension નહીં! હું તમારા opinion ની tension નથી લેતો, તમે પણ મારા લેખ ની tension ના લેશો! 😉

સમાપન: આ લેખ લખતી વખતે કોઈ ગુજરાતી ની feelings hurt ના થઈ હોય તો સારું, થઈ હોય તો - લે, તારે પણ શું tension લેવી છે? 🙏😄

ગુજરાતઆત્મચિંતનચિંતન
← પહેલો લેખઆંધળી દોટ: મનની મૂંઝવણની કહાનીઆગલો લેખ →બલિનો બકરો: આપણી સમાજ ની સચ્ચાઈ