← મુખપૃષ્ઠ · કાર્ય અને ઉત્પાદકતા

ચોરસ મૂળ માણસો

૧૪ મે ૨૦૨૬નિબંધ

**— પરાગ રતનપરા**

---

૧૯૬૩નું વર્ષ. કેમ્બ્રિજ યુનિવર્સિટી. ડેરેક જ્હોન ડે સોલા પ્રાઇસ નામનો એક અંગ્રેજ ભૌતિકશાસ્ત્રી "Little Science, Big Science" નામનું એક નાનું પુસ્તક લખે છે. પુસ્તક પાતળું છે, વિચાર પહોળો છે. પ્રાઇસ કહે છે — કોઈ પણ વિષયમાં ૧૦,૦૦૦ લેખકો સંશોધનપત્રો લખતા હોય તો અડધાં પત્રો ફક્ત ૧૦૦ માણસો લખે છે. ૧૦૦ × ૧૦૦ = ૧૦,૦૦૦. Square root. ચોરસ મૂળ.

સદીઓથી માણસને જે વાત અંતરથી ખબર હતી, એ વાત ગણિતના ચોપડામાં છપાઈ ગઈ.

પ્રાઇસનો કાયદો સહેલો છે અને એ જ એની તાકાત છે. કોઈ પણ સમૂહના સભ્યોમાંથી, ચોરસ મૂળ જેટલા સભ્યો અડધું ઉત્પાદન કરે છે. નવ માણસોની દુકાનમાં ત્રણ માણસો અડધો ધંધો ચલાવે છે. સો માણસોની કંપનીમાં દશ માણસો અડધું કામ કરે છે. દશ હજારના કોર્પોરેશનમાં માત્ર સો માણસો અડધો વ્યવસાય ખેંચે છે. બાકીના ૯,૯૦૦? એ સવારે ઑફિસ આવે છે, સાંજે ઘેર જાય છે, અને વચ્ચે ઈ-મેઈલ લખે છે કે "Please confirm the meeting at your earliest convenience". બસ.

પૅરેટોનો ૮૦-૨૦નો કાયદો તમે સાંભળ્યો હશે. દરેક management guru એ રટતો ફરે છે. પણ પૅરેટોનો કાયદો સ્થિર છે — દશ માણસોમાં બે જણ, સો માણસોમાં વીસ જણ, હજારમાં બસો જણ. પ્રાઇસનો કાયદો અલગ છે. એ exponential છે. જેમ સંસ્થા મોટી થાય, એમ અસમર્થતા linear રીતે નહીં, પણ ચોરસ રીતે વધે છે. સક્ષમતા રેંગતી રહે છે, અસક્ષમતા દોડે છે. અને એક દિવસ આખી સંસ્થા અસક્ષમતાના વજન નીચે દબાઈ જાય છે.

રોમ આ રીતે પડ્યું. બાયઝૅન્ટિયમ આ રીતે પડ્યું. મૉગલ સલ્તનત આ રીતે પડી. અને જે કંપનીમાં તમે આજે કામ કરો છો, એ પણ આ જ રીતે પડશે. S&P 500ની સરેરાશ કંપનીની ઉંમર આજે અઢાર વર્ષ છે. અઢાર. માણસ હજી કૉલેજ પૂરી કરે ત્યાં તો કંપની મરી જાય છે.

---

મેં મારી જિંદગીમાં પ્રાઇસનો કાયદો ઘણી જગ્યાએ જોયો છે. કૉલેજમાં ત્રીસ વિદ્યાર્થીઓના વર્ગમાં પાંચ-છ જણ બધા સવાલના જવાબ આપતા. ઑફિસમાં વીસ માણસોના વિભાગમાં ચાર-પાંચ માણસોને કારણે પગાર છપાતો. હૉસ્પિટલમાં દશ નર્સોમાંથી ત્રણ નર્સો દર્દીને જોતી, બાકીની સાત canteenમાં ચા પીતી. અને Brazilian Jiu-Jitsuના mat પર — મેં હજારો techniques શીખી હોય તો પણ જીત તો એ જ ચાર-પાંચ submissionsથી મળતી.

જગતનું વાસ્તવ આ છે. થોડા લોકો બધું કરે છે, બાકીના બધા જોયા કરે છે.

એક classical music ની યાદી જુઓ. પાંચ સંગીતકારો — Bach, Mozart, Beethoven, Brahms, Tchaikovsky — બસો વર્ષના સંગીતનો અડધો ભાગ રચે છે. પાંચ માણસો. કરોડોની વસ્તીમાંથી પાંચ. ગુજરાતી સાહિત્યમાં પણ એ જ વાત છે. નર્મદ-દલપત, ગોવર્ધનરામ, મેઘાણી, ઉમાશંકર, સુરેશ જોષી — અને બાકીના? બાકીના "Other Backward Class" છે.

---

પ્રાઇસનો કાયદો સૌથી ક્રૂર સચ્ચાઈ business માં બતાવે છે.

એક કંપની ડૂબવા લાગે છે. પ્રથમ કોણ ભાગે છે? Top performers. અને એ ભાગે છે કારણ કે એમની પાસે options છે. જે અસક્ષમ છે એમની પાસે જવાની જગ્યા નથી, એટલે એ બેઠા રહે છે. પરિણામ? કંપનીમાં ધીમે ધીમે ફક્ત નકામા લોકો બાકી રહે છે. એક death spiral શરૂ થાય છે જે રોકી શકાતો નથી. Pan Am આ રીતે મર્યું. Kodak આ રીતે મર્યું. Enron આ રીતે મર્યું.

Schopenhauer કહેતો: "દરેક સત્ય ત્રણ તબક્કામાંથી પસાર થાય છે — પ્રથમ એની હાંસી ઉડાવાય છે, બીજે એનો વિરોધ થાય છે, ત્રીજે એ સ્વયંસિદ્ધ ગણાય છે." મોટી સંસ્થાઓમાં સક્ષમ માણસોની હાંસી ઉડાવનારા જ બહુમતીમાં હોય છે. એ બહુમતી જ સંસ્થાનો અંત લખે છે.

---

હવે પ્રશ્ન છે — શું પ્રાઇસનો કાયદો "fair" છે? Just છે?

આ પ્રશ્ન જ ખોટો છે. ગુરુત્વાકર્ષણને તમે પૂછતા નથી કે એ fair છે કે નહીં. એ બસ છે. પ્રાઇસનો કાયદો પણ બસ છે. એ સંપત્તિ વહેંચવાથી નહીં બદલાય, એ socialism થી નહીં બદલાય, એ સંયુક્ત રાષ્ટ્રના resolutionsથી નહીં બદલાય. માણસોમાં અસમાનતા જન્મજાત છે — બુદ્ધિમાં, મહેનતમાં, charismaમાં, drive માં. જગતની તમામ ideologies આ સત્યને ઢાંકવા માટેના કાગળના પડદા છે.

એક જ ઉપાય છે, એક જ. પોતાને બદલો. એ ચોરસ મૂળમાં દાખલ થાવ.

કારણ કે એકનું ચોરસ મૂળ એક છે.

જો તમે પોતા પર આધાર રાખો છો, તો સક્ષમતા અને અસક્ષમતા exponential રીતે વધતી નથી. એ બંને તમારી પસંદગીના આધારે વધે છે. તમે જ સંસ્થા, તમે જ સક્ષમ, તમે જ અસક્ષમ. Spengler કહેતો કે સંસ્કૃતિઓ વનસ્પતિની જેમ ઊગે છે, ખીલે છે, અને કરમાય છે. પણ માણસ — એક માણસ — એ વનસ્પતિ નથી. એ આગ છે. અને આગને કાયદા લાગુ પડતા નથી.

રોમ બળ્યું ત્યારે પણ Marcus Aurelius પોતાનાં Meditations લખતો હતો. બાયઝૅન્ટિયમ ડૂબ્યું ત્યારે પણ વિદ્વાનો પુસ્તકો બગલમાં ઘાલીને Florence ભાગ્યા અને Renaissance જગાવ્યો. દિલ્હી લૂંટાઈ ત્યારે પણ ગાલિબ શાયરી લખતો રહ્યો.

સંસ્થાઓ મરે છે. માણસ રહે છે. પ્રાઇસનો કાયદો સંસ્થાનો કાયદો છે, માણસનો નહીં.

---

Aldous Huxley એ એક વાક્ય લખ્યું હતું જે મારી દીવાલ પર ચોંટાડેલું છે: "There is only one corner of the universe you can be certain of improving, and that's your own self."

જગતના એક જ ખૂણાને તમે સુધારી શકો છો — તમારી જાતને. બાકી બધું પ્રાઇસનો કાયદો સંભાળી લેશે.

આત્મચિંતનચિંતનમનોવિજ્ઞાન
← પહેલો લેખઆ કંપનીઓ બીજાના વિશે તો બોલે છે, પણ પોતાના વિશે નહીં.આગલો લેખ →ઘડિયાળને માલિક બનાવો