← મુખપૃષ્ઠ · કાર્ય અને ઉત્પાદકતા

ઊજવી લો

૮ મે ૨૦૨૬કવિતા

કૈં ઈશ્વરની જેવું મળે ક્યાંક તમને, હો મંદિર કે રસ્તે, એને ઊજવી લો
ને માણસની જેવું કળે છાતીએ જો, વધાવી લો ફૂલે, એને ઊજવી લો

ફરક આપણામાં બહુ નાનકડો અમથો, તું તોળીને બોલે, હું બોલીને તોળું
ખુલાસાઓ ઓસરતા જાયે પછીથી, જે ખામોશી ઊઘડે એને ઉજવી લો

જે આપણને મૂકીને ચાલ્યા ગયા છે, એનો ગમ ઉઠાવીને ક્યાં સુધી જીવશું?
એ સંભવ છે પૂરો, જૂનું જે ગયું છે, નવા નામે મળશે, એને ઉજવી લો

થવા કાળ ભેગા થયા આપણે સૌ, થવા કાળ છૂટ્ટા પણ પડતા જવાના
આ મૂડીમાં મુઠ્ઠીભર સ્મરણો બચ્યા છે, એ આંખે વળગશે એને ઊજવી લો

હો મીરાંના ગીતો કે ગાલિબની ગઝલો કે પરવીનની ખિન્ન કરતી અછાંદસ
પ્રકારોના વળગણને બાજુએ મૂકી, હૃદયને જે સ્પર્શે એને ઊજવી લો Totally recreated in a totally different dimension in the style of Manoj khandarea, but the style is M Pan Bane.

આત્મચિંતનધર્મગઝલયાદો
← પહેલો લેખએક પરમ મિત્ર પરાગનો કટાક્ષ-સંદેશઆગલો લેખ →કરનો બોજ: દાન કે ખંડણી?