← મુખપૃષ્ઠ · સમાજ અને વ્યંગ

Speed Wali Train, Sapna Wala Desh" / "ઝડપી ટ્રેન, સપનાનો દેશ

૨૯ એપ્રિલ ૨૦૨૫વ્યંગ

# "Speed Wali Train, Sapna Wala Desh" / "ઝડપી ટ્રેન, સપનાનો દેશ"

**લેખક: પરાગ રતનપરા**

નમસ્તે મારા પ્રિય વાચકો! આજે હું તમને એક એવી વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું જે તમને હસાવશે, રડાવશે, અને કદાચ થોડી ચિડવશે પણ ખરી. આ વાર્તા છે આપણી "સુપરફાસ્ટ" ટ્રેનો અને ચીનની "સાચી સુપરફાસ્ટ" ટ્રેનો વિશે. તો ચાલો, ટિકિટ check કરાવી લો, અને આપણી યાત્રા શરૂ કરીએ!

આપણા ભારતમાં ટ્રેન એટલે શું? પાન-માવાના ડાઘ, ઓવરબુકિંગ, અને એક જગ્યાએ ત્રણ લોકો બેસવાની કસરત. બાથરૂમ એવા કે તમે અંદર જાઓ અને બહાર આવો ત્યારે "સેનિટાઈઝ" થઈને નહીં પણ "ડી-સેનિટાઈઝ" થઈને આવો! અને સ્પીડ? અરે ભાઈ, આપણી સુપરફાસ્ટ ટ્રેન પણ એવી ધીમી ચાલે છે કે તમે બારીમાંથી હાથ બહાર કાઢો તો તમારી સાથે-સાથે ચાલતા કૂતરાને બિસ્કિટ આપી શકો!

હવે ચીનની વાત કરીએ. ત્યાં ટ્રેન એટલે શું? 350 km/h ની સ્પીડ! બુલેટ ટ્રેન એવી ઝડપી કે તમે ચા પીવાનું શરૂ કરો અને કપ હોઠે લગાડો તે પહેલાં જ અગલા સ્ટેશન પર પહોંચી જાય! તેમની હાઈ-સ્પીડ રેલ નેટવર્ક 40,000 કિલોમીટરથી વધુ લાંબી છે, જેટલી આપણી તમામ એક્સપ્રેસ ટ્રેનોના રૂટ ભેગા કરીએ તો પણ ન થાય!

અને સ્ટેશન? અરે બાપ રે! આપણા સ્ટેશનો પર "platform number 1" શોધવા માટે મહાભારત થાય છે, ત્યાં તેમના સ્ટેશનો એરપોર્ટ જેવા, એકદમ smart city જેવા! AI સિસ્ટમ, ફેસ રેકગ્નિશન, અને એવી ચોખ્ખાઈ કે તમે ફ્લોર પર ખાવાનું પડી જાય તો પણ ખાઈ શકો! (જોકે તમે એવું કરશો નહીં, કારણ કે ત્યાં CCTVથી તમારો "સોશિયલ ક્રેડિટ સ્કોર" ઘટી જશે!)

ચીને છેલ્લા 20 વર્ષમાં 1,50,000 કરોડ ડૉલરથી વધુનું રોકાણ તેમની હાઈ-સ્પીડ રેલમાં કર્યું છે. આપણે શું કર્યું? "અગલે સાલ બનેગા" ના સપના જોયા! અને ટ્રેન Late છે તો કહીએ છીએ, "thoda adjust કર લો યાર, અટલીસ્ટ ટ્રેન તો આવી ને!" Mindset dekhiye!

અને અમેરિકા? અમેરિકા તો જાણે ટ્રેનથી ડરે છે! ત્યાં કાર અને પ્લેન સિવાય કશું ચાલતું જ નથી. અમેરિકામાં "હાઈ સ્પીડ રેલ" એટલે 240 km/h, જે ચીન માટે "slow motion" જેવી છે! અમેરિકાની Amtrak ટ્રેન એટલી ધીમી ચાલે છે કે અમેરિકનો કહે છે, "આ ટ્રેન નથી, આ તો moving museum છે!"

ચીને 2008માં 350 km/h ની સ્પીડથી ટ્રેન દોડાવવાનું શરૂ કર્યું, ત્યારે આપણે હજુ "ટ્રેન 18" ના prototype ની રાહ જોઈ રહ્યા હતા! અને આજે, આપણે ખુશ છીએ કે "વંદે ભારત" 180 km/h ની સ્પીડે ચાલે છે, જે ચીનની સ્પીડનો અડધો પણ નથી!

પણ આપણે કેવા છીએ? "ચલેગા યાર, adjust કર લેંગે!" ટ્રેન Late આવે તો કહીએ, "કોઈ વાંધો નહીં, મારા કામમાં thoda late જઈશ!" આપણા ચહેરા પર એક amazing smile સાથે કહીએ, "હમ તો ભારતવાસી હૈં, હમ સબ adjust કર લેતે હૈં!"

અરે ભાઈ, ચીનની ટ્રેન અને આપણી ટ્રેન વચ્ચે એટલો તફાવત છે જેટલો રિક્ષા અને BMWમાં! પણ આપણને શું? આપણે તો "jugaad" માં માહિર છીએ! ટિકિટ ન મળે? કોઈ વાંધો નહીં, ટોયલેટમાં બેસી જાઓ! ટ્રેન Late? કોઈ વાંધો નહીં, પાનવાળા પાસે એક round વધારે મારી લો!

હા, એક વાતમાં આપણે ચીનથી આગળ છીએ - creativity! ચીનની ટ્રેનમાં તમે શાંતિથી બેસી રહો છો, જ્યારે આપણી ટ્રેનમાં અંતાક્ષરી, chaai-wala ની "garam chaai", અને "ચના-મમરા લેલો" ની અવિરત સંગીત સાંભળવા મળે! એ experience ચીનમાં ક્યાંથી મળે?

તો મિત્રો, આ હતી આપણા દેશની "superfast" ટ્રેન અને ચીનની "સાચી superfast" ટ્રેન વચ્ચેની તુલના. હા, આપણે પાછળ છીએ, પણ याद रखो, "देर आए, दुरुस्त आए" - પણ આવીએ તો ખરા ને? બસ, આપણે "અગલે સાલ" ની રાહ જોતા રહીએ, અને ત્યાં સુધી "adjust" કરતા રહીએ!

**લેખક: પરાગ રતનપરા**

(જો તમને આ લેખ ગમ્યો હોય તો કૃપા કરીને શેર કરો, અન્યથા ખુલ્લા મને ટીકા કરવા આમંત્રણ છે!)

વ્યંગઆત્મચિંતનપ્રેમભારત
← પહેલો લેખતાશના પાના: જુગાર નો ઇતિહાસ અને કોર્ટ કાર્ડ્સ ની કહાનીઆગલો લેખ →આંતરિક અને બાહ્ય વલણ: ગુર્જિયેફના દૃષ્ટિકોણથી