← મુખપૃષ્ઠ · જીવન અને આત્મચિંતન

ચૂમી

૧૬ જૂન ૨૦૨૬કવિતા

ચૂમી

by parag ratanpara

એક ચૂમી ઊગી હોઠને ખેતરે, છપ્પ્પ્પ છપ્પ્પ્પ છપ્પ્પ્પ…
(પાંપણને માર્યું તાળું મેં તો, શ્વાસને બાંધ્યો ખાટલે)
છોકરી, તું ક્યાં લઈ ગઈ મારી અધ-પીધી પળ?
મેં તો સોગંદ ખાધેલા — હોઠ બંધ રાખીશ બસ;
પણ તું તો આવી ફાગણખોંખારા-શી, ને હૂડી માર્યો કસકસ,
અધ ઊઘડેલા હોઠની ફાંટમાં ગુલમ્હોર ઊગ્યો અધધધ…
એક ચૂમી ઊગી હોઠને ખેતરે, છપ્પ્પ્પ છપ્પ્પ્પ છપ્પ્પ્પ…
ગાલ થયા છે ગુલાલપાંચમ, કાન થયા ઢોલ-ધડ ધડ,
આંખ બોલે — હેહેય ઝાડવાં, હેહેય તડકા, હેહેય સડક!
છાતી ભીતર સંતાડેલો સૂરજ સહસા છડેચોક,
તારી પાંપણ વચ્ચે મારી ચૂમી થઈ ગઈ ચપચોક…
એક ચૂમી ઊગી હોઠને ખેતરે, છપ્પ્પ્પ છપ્પ્પ્પ છપ્પ્પ્પ…
છોકરો કહે — અલી, હવે હોઠને નહીં, હૈયાને કહું ચૂમી!
શબ્દકોશ બાળી નાખ, ભાષાનું મીંઢળ બાંધ, બોલવાનું શું મી?
મૌનની વચ્ચોવચ ઊભી રહીને તું હસે છે ચટ્ટાક,
ને હું થઈ જાઉં છું તારા હસવાનો જીવતો સવાક…
એક ચૂમી ઊગી હોઠને ખેતરે, છપ્પ્પ્પ છપ્પ્પ્પ છપ્પ્પ્પ…

આત્મચિંતનપ્રેમપ્રકૃતિ
← પહેલો લેખકાંડા પરનું ઘડિયાળ — જે માણસને પહેરી લે છેઆગલો લેખ →ધાર્મિક નેતાઓની મૌનતા અને રાજનીતિક સાંઠગાંઠ