← મુખપૃષ્ઠ · જીવન અને આત્મચિંતન

કોઈ મારી આંખમાં તરતું હશે

૧૨ જાન્યુઆરી ૨૦૨૬કવિતા

કોઈ મારી આંખમાં તરતું હશે

મૂળ રચના: ગોવિંદ ગઢવી | વિસ્તાર: પરાગ રતનપરા

કોઈ મારી આંખમાં તરતું હશે
કોઈ મારા શબ્દમાં રમતું હશે
હું અમસ્તો સ્વપ્નથી ઘેરાઉં ના
કોઈ નક્કી જાગરણ કરતું હશે

મૌન મારું આટલું ગહેરું નથી
કોઈ એમાં ડૂબકી મારતું હશે
હું ભલે ને એકલો દેખાઉં છું
કોઈ છાયા થઈ મને વીંટતું હશે

આ હવામાં જે સુગંધ આવે છે
કોઈ ફૂલો ચૂપચાપ વેરતું હશે
હું ભટકતો રાહ વચ્ચે થાકું ના
કોઈ મંઝિલ થઈને ખેંચતું હશે

આંસુ મારાં ખારાં લાગે છે અમસ્તાં
કોઈ દરિયો અંદર ઉછળતું હશે
કાગળો પર શાહી એની મેળે વહે
કોઈ ઊંડે બેસી લખતું હશે

રાત આખી જાગવાનું મન થાય
કોઈ તારો મારું નામ લેતું હશે
હું ભલે ને ભૂલી જાઉં જાતને
કોઈ મારી યાદમાં રહેતું હશે

શ્વાસ લેવો સહેલો નથી રહ્યો
કોઈ મારી અંદર શ્વસતું હશે
'પરાગ' તું ક્યાં એકલો ચાલે છે
કોઈ પડછાયો થઈ સંગે ફરતું હશે

ગોવિંદ ગઢવીની મૂળ રચનાનો સૂર અને ભાવ જાળવીને આ વિસ્તાર કર્યો છે — એ અદૃશ્ય હાજરીનો અનુભવ, જે આંખમાં તરે છે, શબ્દમાં રમે છે, અને જાગરણ કરે છે.

આત્મચિંતનપ્રકૃતિ
← પહેલો લેખજીવન અને ખુમારીઆગલો લેખ →સ્ક્રીનની ભૂરી રોશનીમાં ડૂબ્યો, આંખો સૂકી, રૂહ તરસી